ચાલ ! કવિતા સંભળાવું,.....!!!
“તારી પાસે નિકુંજ હશે”
હશે ન હશે કંઈ પણ પાસે, તારી પાસે નિકુંજ હશે,.....
હોય ન હોય તને સાંભળવા કોઈ, તારી પાસે નિકુંજ હશે,.....
કહે ન કહે તું ડરથી કદી, તારી પાસે નિકુંજ હશે,.....
રહે ન રહે તું
કદી સંગાથે,
તારી પાસે નિકુંજ હશે,.....
કરે ન કરે તને પ્રેમ જગત, તારી પાસે નિકુંજ હશે,.....
જડે ન જડે તને દિલદાર દોસ્ત, તારી પાસે નિકુંજ હશે,.....
રાખે ન રાખે તારો ભરોસો કોઈ, તારી પાસે નિકુંજ હશે,.....
આવે ન આવે તને યાદ કોઈ, તારી પાસે નિકુંજ હશે,.....
બને ન બને 'અનાયાસ' ક્ષણ કોઈ, તારી પાસે નિકુંજ હશે,.....
મળે ન મળે તને જીવનમાં
જીત, તારી
પાસે નિકુંજ હશે,.....
