Monday, May 15, 2017

The Strength of Good over Evil

The Strength of Good over Evil.....anaayaas!

"અંતર ઉજાસ"
અંધારું ફેંકાયું આંખમાં,
અજવાળું ત્યાં હાજર હતું,
ઝીલ્યું તેને હાથમાં,
ને બેસાડ્યું જરા સાથમાં,
પૂછી જોયું કેવા છે હાલ!,
થોડું સ્મિત પણ કર્યું વહાલમાં,
પળભરમાં ચિંતા એણે વ્યકત કરી,
અજવાળાનો સંગાથ કાફી હતો,
બીજી ક્ષણે ચિંતા એણે બધી દૂર કરી,
અજવાળામાં તાકાત ઘણી,
અંધારાએ આજ ભણી,
અંધારું ફેંકાયું આંખમાં,
અજવાળાનો મળ્યો સંગાથ,
ને થયો અંતર ઉજાસ.

...................................................................................................................

~ નિકુંજ ડોબરીયા "અનાયાસ!"