દર વર્ષે દિવાળી અને બેસતું વર્ષ આવતા રહે છે. મૂળ તો માણસ એટલે તહેવારોનો જીવ છે અર્થાત્ આપણાં જીવનમાં તહેવારોનું ખુબ જ મહત્વ રહેલું છે. આ વર્ષે વળી શું નવું છે આ તહેવારોમાં? શું કંઈક ખાસ છે આ દિવાળી અને નવા વર્ષમાં? (સ્વયં વિચાર કીજિએ.) કોઈક શ્રેષ્ઠ વિચાર શોધી કાઢો કંઈક તો પોઝિટિવ મળી જ રહેશે. દિવો પ્રગટાવીને બહાર અંજવાળું થશે પણ આપણી અંદરના અંધકારને દુર કરવાનો પવિત્ર પર્વ એટલે જ દિવાળી છે. વિતેલા સમયમાં જે કામો નથી કર્યા તે હવે કરવાનો સમય આવી જ ગયો છે. ક્ષિતિજની પેલેપાર પણ દુનિયા છે જ મારા દોસ્ત, માત્ર દેખાય ત્યાં સુધી જ કંઈ દુનિયાનો છેડો નથી. જીવન ઉત્સવ છે પ્રેમનો ઉત્સવ અને જીવન સફર છે પ્રેમની અનંત સફર. જે પણ ક્ષણ કુદરતના પ્રેમમાં તરબતર થઈને ઈશ્વરમય થઈ જીવી જાણી તે જ આપણી પાસે જમા થવાની બાકીના દિવસોમાં માત્ર તારીખિયાંના પત્તા જ બદલાશે. ચાલ હવે હેપ્પી દિવાળી અને નવા વર્ષ વિક્રમ સંવત ૨૦૭૬ ના જયશ્રી ક્રિષ્ના.
ક્લાઈમેક્સ:
ખુદને આ કહો, "આ જ ક્ષણથી મારાં જીવનને કોઈ પણ સંજોગોમાં બદલવાનો પ્રચંડ સંકલ્પ કરું છું".
~નિકુંજ ડોબરીયા 'અનાયાસ!'
Blog: nikunjdobareeya.blogspot.com
