જય શ્રીક્રિષ્ના.
સૌપ્રથમ તો એ વિચાર આવે કે શું ઈશ્વર પાસે ખરેખર કશુય માંગવું જોઈએ ? પરમાત્મા જેમણે આ સૃષ્ટીનું સર્જન કર્યું તેમણે શું આપણને ઘણું બધું આપી નથી દીધું ? જો હા, તો પછી ઈશ્વર પાસે શુંકામ કંઈ માંગવું પડે? અને જો ના, તો પછી ખરેખર ઈશ્વર પાસે શું કશુંય માંગવું જોઈએ ?
શું આપણે ઈશ્વર પાસે બંગલો, ગાડી, નોકરી, પૈસા, વગેરે માંગવું જોઈએ ? કે પછી કંઈ અન્ય માંગવું જોઈએ ? શું ઈશ્વર આપણને જે માંગીએ તે આપી દેશે ? શું તેના માટે આપણે કોઈ પુરુષાર્થ નહીં કરવો પડે ?
પુરુષાર્થ વગર ભાગ્ય પણ સાથ નથી આપતું તો કર્મ કર્યા વગર જ ઈશ્વર આપણને કંઈક આપી દે તેવું શુંકામ ઈચ્છવું ? તેવું કંઈ પણ માંગવા કરતા ખરેખર શું માંગવું તે એક મહાન વ્યક્તિનો આ વિચાર જે મને ખૂબ ગમ્યો તે વાંચો:
"ભગવાન તું મને બધું આપ તેવું માંગવાને બદલે હું બધું મેળવી શકું તે માટે પુરૂષાર્થ કરવાનું બળ મને આપ તેમ માંગવુ જોઈએ."
ક્યાંક આ પણ વાંચ્યું હતું કે, "જો ઈશ્વરે કોઈ વ્યક્તિને કંઈ નથી આપ્યું તો એ એટલાં માટે કે ઈશ્વર જાણે છે કે તે વ્યક્તિ પોતાની જાતે જ બધું મેળવી લેશે." (જોકે ઈશ્વરે તેને તે માટે ક્ષમતા આપી)
~ ' અનાયાસ ' નિકુંજ
Nice start... continue to post similar thoughts
ReplyDeleteહા, ચોક્કસપણે. આપનો આભાર 🙏
Delete